વોલ્ડોર્ફ સલાડ
 • 252 Views

વોલ્ડોર્ફ સલાડ

Ingredients - સામગ્રી

 • 2 કપ સફરજનના કટકા
 • 1 કાકડી
 • 1/4 કપ સાવર ક્રીમ
 • 1/4 કપ મેયોનીઝ
 • 1 કપ સેલરી (ઝીણી સમારેલી)
 • 1 કેપ્સીકમ
 • 1 કપ અખરોટના કટકા
 • 1 ટેબલસ્પૂન ખાંડ
 • મીઠું, મરીનો પાઉડર, સલાડનાં પાન
 • લીંબુનો રસ, ચેરી

Method - રીત

સફરજનને છોલી, કટકા કરી, ઉપર લીંબુનો રસ છાંટવો. કાકડીને છોલી, પતીકાં કરવાં. ક્રીમ અને મેયોનીઝ મિક્સ કરી, તેમાં સફરજનના કટકા, સેલરી, મીઠું, મરીનો ભૂકો નાંખી, હલવાવું. એક ડિશમાં સલાડનાં પાન મૂકી, સલાડ ભરવું. ઉપર કેપ્સીકમની રિંગ, કાકડીનાં પતીકાં અને ચેરીથી સજાવટ કરી, ફ્રિજમાં ઠંડું કરવું.