થૂલું અને મગની દાળના બોન્ડા
 • 1392 Views

થૂલું અને મગની દાળના બોન્ડા

Ingredients - સામગ્રી

 • 150 ગ્રામ મગની ફોતરાંવાળી દાળ
 • 250 ગ્રામ ઘઉંનું થૂલું
 • 7 કળી લસણ, 1 લીંબુ
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ટેબલસ્પૂન તલ, 1 ટીસ્પૂન ખસખસ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન શેકેલી મેથીનો કરકરો ભૂકો
 • અથવા અથાણાનો મસાલો
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ, રાઈ, હિંગ - પ્રમાણસર

Method - રીત

મગની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી લેવી. થૂલામાં તેલનું મોણ નાંખી, બનને ભેગાં કરી તેમાં મીઠું, હળદર, ખાંડ, લીંબુનો રસ, વાટેલાં અાદું-મરચાં, તલ, ખસસ, ગરમ મસાલો, વાટેલુંલસણ અને મેથીનો ભૂકો નાંખી સાધારણ કઠણ લોટ બાંધવો. હથેળીમાં તેલ લગાડી ગોળ બોન્ડા કરવા. પછી વરાળથી બાફી લેવા. બફાઈ જાય એટલે ઉતારી, ઠંડા પડે એટલે તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી, વઘારવા. રતાશ પડતા થાય એટલે ઉતારી, લીલા ધાણા અને કોપરાનું ખમણ ભભરાવી થોડી મરચાંની ભૂકી છાંટવી, વઘારવાને બદલે તવા ઉપર તળી પણ શકાય છે.