ઘઉંનું થૂલું અને રવો મિક્સ કરી, તેમાં મીઠું, દહીં, ચપટી સોડા, બેકિંગ પાઉડર, ખાંડ અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. બરાબર ફીણી, ઢાંકણ ઢાંકી 7 કલાક ઢાંકીને રહેવા દેવું.
સિંગદાણાને બાફી,છોલી, કાતરી કરવી. અાદું અને મરચાંને વાટવાં. લીલા ધાણા સમારી, ધોઈ, કોરા કરી રાખવા.
ઢોકળાના ખીરામાં નાળિયેરનું ખમણ, સિંગદાણાની કાતરી, વાટેલાં આદુ-મરચાં અને લીલા ધાણા નાંખી, હલાવી, થાળીમાં તેલ લગાડી ખીરું પાથવું. પછી ઢોકળાના સંચામાં મૂકી, વરાળથી ઢોકળા ઉતારવાં. થાલી ઠંડી પડે એટલે થાળીની અાજુબાજુ ચપ્પુ ફેરવી થાળી ઉંધી પાડવી. અાથી અાખી થાળી ઢોકળાં નીકળશે. તેના ઉપર લીલી ચટણી લગાડી ઉપર બીજી અાખી થાળી ઢોકળાંની મૂકવી. પછી તેલમાં રાઈ, હિંગનો વઘાર કરી ઢોકળાં ઉપર રેડી દેવો. થોડી લાલ મરચાંની ભૂકી છાંટવી, પછી કટકા કરવા.