બટાકાને છોલી, તેને રવૈયા જેમ આડાઊભા કાપવા. વાટેલા આદું-મરચાં, વાટેલું લીલું લસણ, નાળિયેરનું ખમણ, તલ, ખાંડ, મીઠું, લીંબુનો રસ અને લીલા ધાણા બધું ભેગું કરી, બટાકામાં ભરવું. પછી બટાકાને વરાળથી બાફી લેવા.
ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર, ચપટી સોડા અને તેલનું મોણ નાંખી, સાધારણ જાડું ખીરું બાંધવું. પછી ખીરામાં અાખા બટાકાનાં રવૈયાં બોળી, પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તળી લેવાં. ઠંડાં પડે એટલે વચ્ચેથી કાપી, તેના ઉપર ટોમેટો સોસ અથવા દહીંની ચટણી નાંખવી.