કોઠાંની ચટણી
  • 756 Views

કોઠાંની ચટણી

Method - રીત

2 પાકાં કોઠાનો ગળ કાઢી, તેમાં મીઠું અને જીરું નાંખી વાટવો. બી બરાબર વટાઈ જાય એટલેજેટલો ગળ હોય તેથી ડબલ ગોળ નાંખવો. વધારે ગળી ચટણી બનાવવી હોય તો અઢીગણો ગોળ પણ નાંખી શકાય. તેમાં એક ચમચો સૂકું મરચું નાંખી ચટણી વાટવી. વાટતી વખતે પાણી નાંખી, નરમ રાખવી. કારણ થોડીવાર પછી કઠણ થઈ જાય છે.

બીજે દિવસે ચટણીનો ઉપયોગ કરવો હોય તો થોડું તેલ ગરમ કરી, તેમાં થોડી હિંગ નાંખી, તેલ ઠંડું પડે એટલે ચટણીમાં નાંખી, હલાવી, રાખવાથી ચટણી કઠણ થતી નથી.