મસૂર, મગ અને મઠને રાત્રે પાણીમાં પલાળી રાખવા. સવારે કપડામાં બાંધી, ઉપર વજન મૂકવું. ચોવીસ કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી તેને વરાળથી બાફી લેવા. વધારે બફાય નહિ પણ અાખા રહે તેટલા બાફવા.
મેંદાના લોટમાં મીઠું નાખી ચાળી લેવો. તેમાં તેલનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો. નાની ગોળ વાડકી લેવી. પૂરી વણી બહારના ભાગમાં ચોંટાડી, વાડકી સાથે પૂરી, વધારે તેલમાં તળવા મૂકવી.
ગાજરને છોલી, અંદરનો સફેદ ભાગ અને લીલો ભાગ કાઢી, છીણી લેવાં. ગાજરને ચારે બાજુથી ગોળ છીણવાથી એકલો ગાજરનો લાલ ભાગ છિણાશે અને વચ્ચે સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો.મસૂરની દાળ અને ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી લેવી.