એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તાપ ઉપર મૂકવું. ઊકળે એટલે તેમાં 1 ચમચો દૂધ અને 1 ચમચો પાણી ભેગાં કરી નાંખીને મેલ કાઢવો. ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ ઉપર ગરમ રાખવી.
ચોખાને ધોઈ, પાણીમાં થોડીવાર પલાળી રાખવા. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે તજ-લવિંગ અને એલચીનો વઘાર કરી, ચોખા સાંતળવા. પછી તેમાં દ્રાક્ષ અને પ્રમાણસર પાણી નાંખવું.
દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા નાંખી, છીણ વઘારવું. થોડી વાર હલાવી તેમાં દૂધ નાંખવું. તાપ ધીમો રાખવો દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે લીલો રંગ અને એક ચમચો ઘી નાંખવું.
એક વાસણમાં ઘી લગાડી, તેમાં દૂધ ઉકળવા મૂકવું. તાપ ધીમો રાખવો. જે મલાઈ થાય તે ઉખાડી અંદર નાંખવી. પછી તેમાં ખાંડ નાંખવી. દૂધ જાડું થાય એટલે માવાને છીણી અંદર નાખવો.
અનાનસનો પલ્પ કરવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, પલ્પ નાંખવો. સાધારણ શેકી તેમાં ખાંડ નાંખવી. પછી તેમાં માવાને છૂટો કરી નાખવો. વાડકાને ગરમ કરી, તેમાં કેસર નાંખી, શેકી, વાટી, દૂધમાં ઘૂંટી નાંખવું.